aa marun man raDyun to chhe — parantu ochhun bahu ochhun - Ghazals | RekhtaGujarati

આ મારું મન રડ્યું તો છે — પરંતુ ઓછું બહુ ઓછું

aa marun man raDyun to chhe — parantu ochhun bahu ochhun

સૈફ પાલનપુરી સૈફ પાલનપુરી
આ મારું મન રડ્યું તો છે — પરંતુ ઓછું બહુ ઓછું
સૈફ પાલનપુરી

આ મારું મન રડ્યું તો છે — પરંતુ ઓછું બહુ ઓછું

મને આ સુખ મળ્યું તો છે — પરંતુ ઓછું બહુ ઓછું

કોઈ હૈયામાં હમદર્દી રૂપે પણ સ્થાન પામ્યો છું

મને એ ઘર ગમ્યું તો છે — પરંતુ ઓછું બહુ ઓછું

તમે મળતે તો શું થાતે, મળ્યાં ના તો થયું શું શું?

એ સરવૈયું કર્યું તો છે — પરંતુ ઓછું બહુ ઓછું

ગણતરીના પ્રસંગોમાં જ લાગ્યું છે ખુદા જેવું

આ મસ્તક પણ નમ્યું તો છે — પરંતુ ઓછું બહુ ઓછું

તમે મનગમતો ચેહરો યાદ કરશો તો સમજ પડશે

ગઝલમાં મેં કહ્યું તો છે — પરંતુ ઓછું બહુ ઓછું

સ્રોત

  • પુસ્તક : હીંચકો (પૃષ્ઠ ક્રમાંક 28)
  • સર્જક : સૈફ પાલનપુરી
  • પ્રકાશક : સુમન પ્રકાશન
  • વર્ષ : 1986
  • આવૃત્તિ : 2