aa kashane swaas sametun to jagat shun kaheshe? - Ghazals | RekhtaGujarati

આ ક્ષણે શ્વાસ સમેટું તો જગત શું કહેશે?

aa kashane swaas sametun to jagat shun kaheshe?

હરીન્દ્ર દવે હરીન્દ્ર દવે
આ ક્ષણે શ્વાસ સમેટું તો જગત શું કહેશે?
હરીન્દ્ર દવે

ક્ષણે શ્વાસ સમેટું તો જગત શું કહેશે?

એક સુખદ ઊંઘમાં લેટું તો જગત શું કહેશે?

જેની મનમાં ભરી રાખી’તી તડપન એને

નગરચોકમાં ભેટું તો જગત શું કહેશે?

મારા અવશેષ તરીકે તો ફક્ત શબ્દો છે,

એને સ્મરણોથી લપેટું તો જગત શું કહેશે?

એક મહોબ્બત છે જગતમાં, જે ટકી રહેવાની,

બાકીનું સર્વ ઉશેટું તો જગત શું કહેશે?

જિંદગીમાંય જ્યાં અંતર હતું લોકોને

મોતથી પણ પડે છેટું તો જગત શું કહેશે?

સ્રોત

  • પુસ્તક : હયાતી (પૃષ્ઠ ક્રમાંક 72)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ચીમનલાલ લિટરરી ટ્રસ્ટ
  • વર્ષ : 1984
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ