hari aape to - Geet | RekhtaGujarati

હરિ આપે તો

hari aape to

રઘુવીર ચૌધરી રઘુવીર ચૌધરી
હરિ આપે તો
રઘુવીર ચૌધરી

હરિ આપે તો આપ ફરી સોનાનું પારણું!

ઝૂલે તું એમાં, હું હરખાઉં હીંચોળી લઈ લઈને તારું ઓવારણું.

હૈયાનો અંધાપો છાયા બનીને સરે

માટીમાં, છાતીમાં ફૂલ.

તારી સુગંધ ઊડે અજવાળે અજવાળે

ફરકાવે ઝીણાં દુકૂલ.

સાતમા મજલાની બારીના પડદા પર લીલુંછમ તારું સંભારણું.

પાણિયારી સીંચે છે રણમાં કુંવારકાનું

લઈને જળ, વૃંદાનો છોડ,

બેડાની બાજુ દ્વારકાનો દરિયો

ને ગમ કૈલાસભર્યા કોડ.

શક્તિમાં તાંદુલ ને ભક્તિમા કેદારો લઈને દે ઊઘડતું બારણું.

હરિ આપે તો આપ ફરી સોનાનું પારણું!

(૧૯૯૩)

સ્રોત

  • પુસ્તક : ફૂટપાથ અને શેઢો (પૃષ્ઠ ક્રમાંક 71)
  • સર્જક : રઘુવીર ચૌધરી
  • પ્રકાશક : રંગદ્વાર પ્રકાશન
  • વર્ષ : 1997