Dalkhinun geet - Geet | RekhtaGujarati

ડાળખીનું ગીત

Dalkhinun geet

મનહર જાની મનહર જાની
ડાળખીનું ગીત
મનહર જાની

ડાળખીમાં લૂંઝો પાંદ ડાળખી રે જીજીજી...

અડખે ઝૂલે પડખે ઝૂલે

ઝૂલે ચારેકોર;

હાલર હુલર ઝાડ, ઝળુંબે

છાંયડી લચકાલોળ,

તડકે ઝીણી ઝરમર ભાત્ય આળખી રે જીજીજી . . .

જળને કાંઠે પરપોટા

ને જંતર ઝબૂકે તાર;

કાચી કૂણી કેડ્ય ઉપર

સોડમનો ભીનો ભાર,

થરકે હળુંક પોપટી પવન પાલખી રે જીજીજી . . .

સ્રોત

  • પુસ્તક : સાંબેલું ચંદણ સાગનું (પૃષ્ઠ ક્રમાંક 4)
  • સર્જક : મનહર જાની
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 2001