kacho kunwaro ek chhokro - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કાચો કુંવારો એક છોકરો

kacho kunwaro ek chhokro

અનિલ જોશી અનિલ જોશી
કાચો કુંવારો એક છોકરો
અનિલ જોશી

કાચો કુંવારો એક છોકરો હતો ને એક છોકરી હતી

ને વાત ચાલી એવી તો ભાઈ ચાલી!

દરિયા ઉપર ઓલ્યા સપ્તર્ષિ જેમ સાત મચ્છર ઊડ્યા

ને જાત મ્હાલી એવી તો ભાઈ મ્હાલી!

કાચો કુંવારો......

નાના હતા ને તૈ ખાટલા ટપ્યા ને પછી ઉંબરા ટપ્યા

ને પછી દરિયો ટપતા તો ભાઈ ગલઢા થયા ને પછી

જૂનું મકાન કર્યું ખાલી એવું તો ભાઈ ખાલી!

કાચો કુંવારો.......

પછી ભમ્મરિયા ઘૂનામાં ન્હાવા પડ્યાં,

પછી પાણીનો રંગ મને લાગી ગિયો,

પછી દોરી ઉપર ભીના લૂગડાની જેમ

મને સૂકવી દીધો સાવ સૂકવી દીધો.

પછી હરિયાની ઓસરીમાં પીંજારો બેઠો,

ને રૂથી ભરાઈ જતા કોરા આકાશમાં

સૂરજનો સાવ ઝીણો તણખો પડ્યો ને

આગ લાગી, એવી તો ભાઈ, લાગી!

કાચો કુંવારો એક છોકરો હતો ને એક છોકરી હતી

ને વાત ચાલી, એવી તો ભાઈ ચાલી.

સ્રોત

  • પુસ્તક : આધુનિક ગુજરાતી કવિતા (પૃષ્ઠ ક્રમાંક 110)
  • સંપાદક : સુરેશ દલાલ, જયા મહેતા
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1989