wriddh majuranun geet - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

વૃદ્ધ મજૂરનું ગીત

wriddh majuranun geet

અશોક ચાવડા 'બેદિલ' અશોક ચાવડા 'બેદિલ'
વૃદ્ધ મજૂરનું ગીત
અશોક ચાવડા 'બેદિલ'

બીડીના એક ઠૂંઠે તમને સંભારું શામળિયા

સાંજ પડે ને ઝાલરટાણે તારે મંદિરિયેથી છોને નીકળવાનું થાતું,

મારી સામું તું જુએ ના તારી સામે નત મસ્તકથી મારે ના જોવાતું!

આંખ જરા જો બારી લગ પહોંચે તો ખાલી નજરે પડતા રંગબેરંગી સળિયા

બીડીના એક ઠૂંઠે તમને સંભારું શામળિયા.

મારા પગ પર ઊભા રે’વું મારાથી બનતું કેવો થાક લઈને જીવું,

મારી ઉપર રોજે આખું આભ તૂટે છે જન્મારાનો વાંક લઈને જીવું!

જાત ગળાતાં વાર હવે શી હોવાનો અણસાર લઈને અરમાનો ઓગળિયા

બીડીના એક ઠૂંઠે તમને સંભારું શામળિયા.

સ્રોત

  • પુસ્તક : શબ્દસૃષ્ટિ - ડિસેમ્બર 2008 (પૃષ્ઠ ક્રમાંક 14)
  • સંપાદક : હર્ષદ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2008