walma jag jityun wasante - Geet | RekhtaGujarati

વાલમા જગ જીત્યું વસંતે-

walma jag jityun wasante

નથુરામ સુંદરજી શુક્લ નથુરામ સુંદરજી શુક્લ
વાલમા જગ જીત્યું વસંતે-
નથુરામ સુંદરજી શુક્લ

વાલમા જગ જીત્યું વસંતે-

વન ઉપવન કુસુમિત બની બેઠાં, દાખવે શોભા દિસંતે,

રમ્ય પ્રદોષ દિવસ સુખદાયક, દારાઓ દે રંગ દંતે,

વિરહીને વિષય ચિંતે...જગ જીત્યુંo

મધુકર નિકર મધુર મુખરી કરે, મસ્ત બને છે મરંદે ,

કોકિલ કોક કપોત કરે કલ, વિરહિણી નાથને નિંદે,

સંયોગિણી ફરતી સ્વછંદે...જગ જીત્યુંo

પવન પ્રમાણ પ્રવાસિયો ચાલ્યા, ઉદ્યમ છોડ્યા અનંતે,

જોગી બન્યા સહુ ભોગી ભ્રમાઈ, કેર કર્યો રતિકંથે;

સંભારી સુંદરીઓને સંતે...જગ જીત્યુંo

સ્રોત

  • પુસ્તક : સંગીત મંજરી (પૃષ્ઠ ક્રમાંક 37)
  • સંપાદક : હિમ્મતલાલ ગણેશજી અંજારિયા
  • પ્રકાશક : હિમ્મતલાલ ગણેશજી અંજારિયા
  • વર્ષ : 1920
  • આવૃત્તિ : 2