wagaDanun geet - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

વાગડનું ગીત

wagaDanun geet

જયંત ડાંગોદરા જયંત ડાંગોદરા
વાગડનું ગીત
જયંત ડાંગોદરા

નાની નાની ટેકરિયું,

વાગડના ખોળામાં રમતી જાણે મીઠી દીકરિયું.

નાની નાની ટેકરિયું.

રણની રાંગો દેખાતી જે દૂર થકી લીલુડી,

ચપટી છાયો સંભાળીને બેઠી ત્યાં પીલુડી,

રંગે ઉષર પટ ગુલાબી સુરખાબોની પરીયું.

નાની નાની ટેકરિયું.

તડકાનું પાનેતર પ્હેરી સાંઢડિયું વિહરતી,

બળી ગયેલાં જળને ધરતી અચ્છોવાનાં કરતી,

સાંજ પડે ને ગુસ્સાળી લૂ પ્હેરી લે ઝાંઝરિયું.

નાની નાની ટેકરિયું.

સ્રોત

  • પુસ્તક : છબી અવાજની (પૃષ્ઠ ક્રમાંક 41)
  • સર્જક : જયંત ડાંગોદરા
  • પ્રકાશક : કૃતિ પ્રકાશન
  • વર્ષ : 2021