હરખે હીંચતું હૈયું જેનું, પાદર જેવડું પત,
ગોવિંદભાઈના ગાંડિયા આગળ, ગગુ લખાવતો ખત,
માડી એની ગોમટા ગામે, મટુબાઈ માકોર નામે.
મેડીયું મોટી ને મોટરું દોડે, મુંબઈ મોટું ગામ,
રખડી રખડીને થાક્યો માડી, તંયે માંડ મળ્યું છે કામ,
લાગે સૌને શે’ર મજાનાં, ઈથી તો ગામડાં સારાં.
હોટલમાં માડી નોકરી કરું, વેચું છું રોજ ચાઈ,
પેટ પૂરતું માંડ ખાવાનું મળે, બચે નહીં એક પાઈ,
નાણાં તું મંગાવે ત્યાંથી, પૈસા તુંને મોકલું ક્યાંથી?
હોટલમાં હું ખાઉં છું માડી, હોટલમાંહી જ વાસ,
ખાવાનું પૂરું ના જડે તે દિ’, પીઉં છું એકલી છાશ,
પેટે હું થીંગડાં દઉં, વાત મારી કોને કહું?
કાગળ તારો વાંચીને માડી, છાનોમાનો હું રોઉં,
થાક્યોપાક્યો નીંદરમાં હું, તારાં સ્વપ્નાં જોઉં,
આંહુ મારાં કોણ જુવે, માડી વિણ કોણ લૂવે?
સમાચાર સાંભળી તારા, મન મારું બઉ મૂંઝાય,
રાખ્યો પ્રભુએ નિર્ધન મુને, એને કેમ કરી પુગાય?
દશા તારી એવી મારી, કરમની ગત છે ન્યારી!
રેલ-ભાડાના પૈસા નથી ને કેની પાંહે હું જાઉં?
વગર ટિકિટે માવડી મારી, તારાં દરસને ધાઉં!
માડી મારી વાટડી જોજે, આંહુ માતા ઉંરનાં ધોજે.
લિખિતંગ તારા ગગુડાના, વાંચજે ઝાઝા પરણામ,
છેવટ તુંને મળવા કાજે, આવું છું તારે ધામ,
મા-દીકરો ભેળાં થાહું, સાથે મળી સરગે જાહું.
harkhe hinchatun haiyun jenun, padar jewaDun pat,
gowindbhaina ganDiya aagal, gagu lakhawto khat,
maDi eni gomta game, matubai makor name
meDiyun moti ne motarun doDe, mumbi motun gam,
rakhDi rakhDine thakyo maDi, tanye manD malyun chhe kaam,
lage saune she’ra majanan, ithi to gamDan saran
hotalman maDi nokri karun, wechun chhun roj chai,
pet puratun manD khawanun male, bache nahin ek pai,
nanan tun mangawe tyanthi, paisa tunne mokalun kyanthi?
hotalman hun khaun chhun maDi, hotalmanhi ja was,
khawanun purun na jaDe te di’, piun chhun ekli chhash,
pete hun thingDan daun, wat mari kone kahun?
kagal taro wanchine maDi, chhanomano hun roun,
thakyopakyo nindarman hun, taran swapnan joun,
anhu maran kon juwe, maDi win kon luwe?
samachar sambhli tara, man marun bau munjhay,
rakhyo prbhue nirdhan mune, ene kem kari pugay?
dasha tari ewi mari, karamni gat chhe nyari!
rel bhaDana paisa nathi ne keni panhe hun jaun?
wagar tikite mawDi mari, taran darasne dhaun!
maDi mari watDi joje, aanhu mata unrnan dhoje
likhitang tara gaguDana, wanchje jhajha parnam,
chhewat tunne malwa kaje, awun chhun tare dham,
ma dikro bhelan thahun, sathe mali sarge jahun

(શ્રી ઇન્દુલાલ ગાંધીના ‘આંધળી માનો કાગળ’ કાવ્યનો શ્રી મોહનલાલ નાથાલાલે લખેલો જવાબ)
સ્રોત
- પુસ્તક : અમી સ્પંદન (પૃષ્ઠ ક્રમાંક 8)
- સંપાદક : પ્રવીણચન્દ્ર દવે
- પ્રકાશક : લલિતા દવે
- વર્ષ : 2007
- આવૃત્તિ : ચોથી આવૃત્તિ (દસમું પુનર્મુદ્રણ)