vyarth jashe? - Geet | RekhtaGujarati

વ્યર્થ જશે?

vyarth jashe?

ઉશનસ્ ઉશનસ્
વ્યર્થ જશે?
ઉશનસ્

વ્યર્થ જશે શું ફેરો?

દિવસ વીત્યો એમ જ ભટકારે,

પડી ગઈ અંતે સંધ્યા,

સપન-ફૂલ ક્યહીં ઢૂંઢું રે આ વન?

ભૂમિ આ એટલી વંધ્યા!

અવર ફૂલોનો વ્યર્થ મળી વીખરાતો વસંત મેળો.

દગ-પ્યાલી ખાલી ને ખાલી

લઈ જવી પાછી પડશે?

સૌન્દર્યો અધૂરાં પી પી ને

તરસ અગન વધુ બઢશે;

મૃગજળ દાખી છેતરતો રે મરુ સમ કાળ નમેરો!

નજરજાળ નાખું છું સ્થળ સ્થળ

આ જનઅર્ણવ આરે,

મુખમીનોનો ભાર નકામો

ઠાલવી દઉં મઝધારે,

મનને જેની રઢ લાગી તે ક્યાંય જડે ના ચ્હેરો!

સ્રોત

  • પુસ્તક : સમસ્ત કવિતા (પૃષ્ઠ ક્રમાંક 318)
  • સર્જક : ઉશનસ્
  • પ્રકાશક : કવિશ્રી ઉશનસ્ અમૃત મહોત્સવ સન્માન સમિતિ
  • વર્ષ : 1996