mis juliyatanun pranaygit - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મિસ જૂલિયટનું પ્રણયગીત

mis juliyatanun pranaygit

રાવજી પટેલ રાવજી પટેલ
મિસ જૂલિયટનું પ્રણયગીત
રાવજી પટેલ

(હો રાજ રે હું તો તળાવપાણી ગૈ’તી - ઢાળમાં ગાવા માટે)

મારા રળજી રે અમોને કૂવે પાણી મોકલ્યાં

અમારે 'તું જવું ને તોય તમે ધક્કેલ્યાં!

કાળજકૂણા કાંટા વાગ્યા...

મારા રળજી રે અમારી પરવાળાની પાની

દેડકો જોઈ ગયો ઉઘાડી તીતીઘોડે પાડી તાલી

કાળજકૂણા કાંટા વાગ્યા...

મારા રળજી રે કાંટા છાનામાના વાગ્યા

નબરા મેળ વગરના પાક્યા—

કાળજકૂણા કાંટા વાગ્યા...

મારા રળજી રે તમે જૈ રશિયે તાર કરાવો (કે)

ઝટઝટ ચાંદલિયો મંગાવો, મારી પાનડિયો ઢંકાવો

કાળજકાંટા અમને વાગ્યા...

મારા રળજી રે તમારા હોઠ તણો શો હધડો

પોપટ-પેટ કપાવી લાવો–નાજુક પાની પર બંધાવો

કાળજકૂણા કાંટા વાગ્યા...

મારા રળજી રે વચમાં મંદિરના શ્રીજીએ

મારી પાનીને પંપાળી-ઓય મા પાંપણથી પંપાળી

કાળજકાંટા અમને વાગ્યા...

મારા રળજી રે અમારે ન’તું જવું ને તોયે તમે ધક્કેલ્યાં

કૂવે પાણી ભરવા ઠેલ્યાં અમને કાળજ કાંટા વાગ્યા.

સ્રોત

  • પુસ્તક : બૃહદ ગુજરાતી કાવ્યપરિચય - 1 (પૃષ્ઠ ક્રમાંક 149)
  • સંપાદક : મોહનભાઈ પટેલ, ચન્દ્રકાન્ત શેઠ
  • પ્રકાશક : ગૂજરાત વિદ્યાપીઠ
  • વર્ષ : 1973