kon manshe? - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કોણ માનશે?

kon manshe?

હરીન્દ્ર દવે હરીન્દ્ર દવે
કોણ માનશે?
હરીન્દ્ર દવે

મને મારગે મળ્યા'તા શ્યામ, કોણ માનશે?

એક મીટમાં કળ્યા'તા શ્યામ, કોણ માનશે?

એણે માયાનું મોરપિચ્છ વાને ધર્યું,

એની મોરલીની મીઠપથી છલક્યું ગળું,

નિશ્ચય થયો જ્યાં એની વાત સાંભળું,

કે મારી સંગમાં હળ્યા'તા શ્યામ, કોણ માનશે?

મને મારગે મળ્યા’તા શ્યામ, કોણ માનશે?

એની આંખડીથી વૃંદાવન છલકી ગયું,

એના હોઠને વળાંકે વ્હાલ મલકી ગયું,

મીટ મળતામાં ક્યાંક કાંક ઝલકી ગયું,

મારી છાતીએ ઢળ્યા'તા શ્યામ કોણ માનશે?

મને મારગે મળ્યા'તા શ્યામ કોણ માનશે?

(૬-ર-૧૯૭૩)

સ્રોત

  • પુસ્તક : હયાતી (પૃષ્ઠ ક્રમાંક 113)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ચીમનલાલ લિટરરી ટ્રસ્ટ, મુંબઈ
  • વર્ષ : 1984
  • આવૃત્તિ : 2