dan jhajhane - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

તારે બારણે ફૂટી બંગડી

મારે કાળજે ઊડ્યા કાચ

માણીગર, દન ઝાઝાને દનથી ઝાઝું

ડૂસકું રે... મણિયાર.

તું તો નીસર્યો ચંદનદેશ

મારે પગ મૂકું ત્યાં ઠેસ

માણીગર, આશરાની ઓશિયાળી આંખે

ટપકું રે... મણિયાર.

તારા તો આથમ્યારે અણસાર

હવે તો વેઠવા રે શણગાર

માણીગર, એક વ્હાલીપા વેણને સાટું

વલખું રે.. મણિયાર.

હવે તો તું છે વૃન્દાવન

રાધિકા ઊગશે મારે મન

માણીગર, રંગ ઊડેલા ચૂડલે ક્યાંથી

રણકું રે... મણિયાર!

રસપ્રદ તથ્યો

સ્વ. પ્રિયકાન્ત મણિયારને ગુજરાતી કવિતાનું અંજલિગીત.

સ્રોત

  • પુસ્તક : ઉદ્ગીથ (પૃષ્ઠ ક્રમાંક 67)
  • સર્જક : કનૈયાલાલ મ. પંડ્યા
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 1999