wriksh nathi wairagi - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

વૃક્ષ નથી વૈરાગી

wriksh nathi wairagi

ચંદ્રેશ મકવાણા ચંદ્રેશ મકવાણા
વૃક્ષ નથી વૈરાગી
ચંદ્રેશ મકવાણા

વૃક્ષ નથી વૈરાગી...

એણે એની એક સળી પણ...

ઇચ્છાથી ક્યાં ત્યાગી?

જેમ ખૂટ્યાં પાણી સરવરથી,

જેમ સૂકાયાં ઝરણાં.

જેમ ભભકતી લૂ લાગ્યાથી,

બળ્યાં સુંવાળાં તરણાં.

એમ બરોબર એમ જ...

એને ઠેસ સમયની લાગી.

વૃક્ષ નથી વૈરાગી.

તડકા છાયાં અંદર હો કે બ્હાર...

બધુંયે સરકું.

શાને કાજે શોક કરું હું...?

શાને કાજે હરખું?

મૌસમની છે માયા સઘળી...

જોયું તળલગ તાગી...

વૃક્ષ નથી વૈરાગી.

સ્રોત

  • પુસ્તક : વૃક્ષ નથી વૈરાગી (પૃષ્ઠ ક્રમાંક 1)
  • સર્જક : ચંદ્રેશ મકવાણા
  • પ્રકાશક : એન. એમ. ઠક્કરની કંપની
  • વર્ષ : 2009