રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોનીલ ગગન પર્વત નીંદરમાં
ખળખળ વહેતાં વૃક્ષ પવનમાં.
યુગ યુગથી જે બંધ અવાચક
કર્ણમૂલ ઊઘડયાં શંકરનાં,
જટાજૂટથી મુક્ત જાહ્નવી
રમે તરવરે સચરાચરમાં;
ધરી સૂર્યનું તિલક પાર્વતી
સજે પુષ્પ કાનનમાં. – ખળખળ વહેતાં.
શિલા શિલાનાં રંધ્ર સુવાસિત,
ધરા શ્વસે કણ કણમાં.
વરસ્યા બારે મેઘ ઝળૂંબી
ઊગ્યાં દેવતરુ રણમાં.
તાંડવની સ્થિર મુદ્રા આજે
લાસ્ય ચગે ત્રિભુવનમાં. – ખળખળ વહેતા.
neel gagan parwat nindarman
khalkhal wahetan wriksh pawanman
yug yugthi je bandh awachak
karnmul ughaDyan shankarnan,
jatajutthi mukt jahnawi
rame tarawre sachracharman;
dhari suryanun tilak parwati
saje pushp kananman – khalkhal wahetan
shila shilanan randhr suwasit,
dhara shwse kan kanman
warasya bare megh jhalumbi
ugyan dewataru ranman
tanDawni sthir mudra aaje
lasya chage tribhuwanman – khalkhal waheta
neel gagan parwat nindarman
khalkhal wahetan wriksh pawanman
yug yugthi je bandh awachak
karnmul ughaDyan shankarnan,
jatajutthi mukt jahnawi
rame tarawre sachracharman;
dhari suryanun tilak parwati
saje pushp kananman – khalkhal wahetan
shila shilanan randhr suwasit,
dhara shwse kan kanman
warasya bare megh jhalumbi
ugyan dewataru ranman
tanDawni sthir mudra aaje
lasya chage tribhuwanman – khalkhal waheta
સ્રોત
- પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 286)
- સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
- વર્ષ : 2004