shamnanun pagalun - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

શમણાનું પગલું

shamnanun pagalun

મનોજ ખંડેરિયા મનોજ ખંડેરિયા
શમણાનું પગલું
મનોજ ખંડેરિયા

શમણાનું પગલું હું વીણું રે કેમ

તો નીરમાં તણાય લીલું પાંદડું.

વૃક્ષોની ઘેઘૂર ઘટાનો વળાંક

મારી આંખોમાં સળવળતો રહે

ઊંડેરી ખીણ મહીં ઢળતો અંધાર

મારા અંતરમાં ખળભળતો રહે

એકાદો ટહુકો કે એકાદું ચાંદરણું

દૂરનું લહેરાવે અહીં ઝૂંપડું.

બાવળની શૂળ તણી પીળી તીણાશને

એવું કુમાશથી હું જોતો

મારા તે વગડાઉ ગીતોની છાલકે

વ્હેતો પવંન વન સોતો

આંગળીઓ પીગળે તો

અત્તર થઈ જાય એવી મ્હેકે

કે બોળી લ્યો પૂમડું.

સ્રોત

  • પુસ્તક : વરસોનાં વરસ લાગે (પૃષ્ઠ ક્રમાંક 42)
  • સર્જક : મનોજ ખંડેરિયા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2011
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ