sadho, kagad kalam siyahi - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સાધો, કાગદ કલમ સિયાહી

sadho, kagad kalam siyahi

હરીશ મીનાશ્રુ હરીશ મીનાશ્રુ
સાધો, કાગદ કલમ સિયાહી
હરીશ મીનાશ્રુ

સાધો, કાગળ કલમ સિયાહી

ત્રેખડમાં મુરશિદ ટપક્યા, મચ ગઈ તેજતબાહી

અમે ગ્રંથના ગ્રંથ આળખ્યા

એક્ ચોખાને દાણે

દેખ્યું તે લેખ્યું : લખલખતી

અલખની જોત લખાણે

ભાવપુરુષ ને ભાષા જો ખેલે છે ચોરસિપાહી

અમે બીજને હુકમ કર્યો તો

વૃક્ષ ખીલ્યું તત્કાળે

સ્હેજ ઈશારો કર્યો ના કર્યો

વસંત બેઠી ડાળે.

શબ્દ થકી વિશ્વ વિલસ્યું, દેશે સુરત ગવાહી

સ્રોત

  • પુસ્તક : પદપ્રાંજલિ (પૃષ્ઠ ક્રમાંક 3)
  • સર્જક : હરીશ મીનાશ્રુ
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.
  • વર્ષ : 2004