punam chandni khili puri ahire - Geet | RekhtaGujarati

પૂનમ ચાંદની ખીલી પૂરી અહીરે

punam chandni khili puri ahire

વાઘજી આશારામ ઓઝા વાઘજી આશારામ ઓઝા
પૂનમ ચાંદની ખીલી પૂરી અહીરે
વાઘજી આશારામ ઓઝા

પૂનમ ચાંદની ખીલી પૂરી અહીરે,

શોભે રજની સુંદર શી આજ!

હેતે રમીએ સંગાથે સહીયર આપણે રે.

સહીયર કંકણ સોનાનાં કરે ધર્યા રે,

માંહે જડિયાં છે નીલમણિ નંગ—હેતેo

મળીઆં આજે આપણે, ધરી સોળ શણગાર,

કર કંકણ ચૂડી ચમક, ચંદ્ર તેજ એક તાર,

હીરા રત્નથી જડિત ઉર હાર છે રે;

મોતી ગુછ લળકે છે બાજુ બંધ—હેતેo

અંબોડા ફુલે ભર્યા, સર સેંથે હિંગુળ,

કીધા કુમકુમ ચાંદલા, મુક્તા માળા ઉર.

આરસ પારસ મણિ જડેલો ચોક છે રે,

તેમાં રમતાં વસતા હૈયે નણદલ વીર—હેતેo

કથા શીયળની સાંભળી, –પ્રીતમ ઉપર પ્રેમ,

વધ્યો સખી વિરહી થઈ, મળે ત્વરાથી કેમ.

પૂનમ ચાંદની ખીલી પૂરી અહિંરે.

સ્રોત

  • પુસ્તક : સંગીત મંજરી (પૃષ્ઠ ક્રમાંક 30)
  • સંપાદક : હિમ્મતલાલ ગણેશજી અંજારિયા
  • પ્રકાશક : હિમ્મતલાલ ગણેશજી અંજારિયા
  • વર્ષ : 1920
  • આવૃત્તિ : 2