વિજોગણ વાંસળી
vijogan vaansalii
રામનારાયણ પાઠક 'શેષ'
Ramnarayan Pathak 'Shesh'
રામનારાયણ પાઠક 'શેષ'
Ramnarayan Pathak 'Shesh'
હાં રે! વિજોગણ રે, વાંસળી વાગે,
હૈયાની વેદના જાગે -
હા જાગે
ગોરી તે ગાયનાં રે ગોરસ ભરિયાં,
ક્હાન વિના કોણ આરોગે? -
આરોગે
વ્હાણું વાતાં સુધી રે, મહીડાં વલોવિયાં,
માવજી ન માખણ માગે -
ના માગે
ઘરઘર ગામગામ રે, વનેવન ફરી વળી,
સૂર જાય આઘે ને આઘે -
હા આઘે
સ્રોત
- પુસ્તક : રા. વિ. પાઠકનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 26)
- સંપાદક : નિરંજન ભગત, ચિમનલાલ ત્રિવેદી, ભોળાભાઈ પટેલ
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2013
