રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોમુજ વિદાય સમયે કો આ
મને પાછળથી બોલાવે?
મને કોણ ફરી બોલાવે?
રે ‘જા મા! જા મા!' એવાં
આ ઘર ઘરનાં સૌ નેવાં
છલ છલ થાતાં હીબકાં લેતાં
વચનો કેમ સુણાવે?
મને કોણ ફરી બોલાવે?
આ વનની કુંજે કુંજે
આ પુષ્પ તણા નવ પુંજે—
રે ભીની વ્યાકુળ આંખો કોની
હૈયે અશ્રુ વહાવે?
મને કોણ ફરી બોલાવે?
આ અનિલની લહરે લહરે,
આ ગિરિ ગિરિઓની કુહરે,
રે મુખરિત નિ:શ્વાસો આ કોના
પ્રાણે કંપ જગાવે?
કો ફરી ફરી બોલાવે?
આ અસીમ નભની સીમા,
નિજ આતુર સાદે ધીમા,
મુજ આગળ વધતાં અસ્થિર ડગલાં
ક્યમ ફરી પાછાં વાળે?
મને કોણ કહો બોલાવે?
નહિ પ્રયાણ શકું આ ટાળી,
ક્યમ સ્નેહ શકું વળી ખાળી? —
કો કો’ ધરતીની રજ રજને કે,
વિદાય હવે અપાવે!
મને કોણ ફરી બોલાવે?
મુજ વિદાય સમયે કો આ
મને પાછળથી બોલાવે?
મને કોણ ફરી બોલાવે?
muj widay samye ko aa
mane pachhalthi bolawe?
mane kon phari bolawe?
re ‘ja ma! ja ma! ewan
a ghar gharnan sau newan
chhal chhal thatan hibkan letan
wachno kem sunawe?
mane kon phari bolawe?
a wanni kunje kunje
a pushp tana naw punje—
re bhini wyakul ankho koni
haiye ashru wahawe?
mane kon phari bolawe?
a anilni lahre lahre,
a giri girioni kuhre,
re mukhrit nihashwaso aa kona
prane kamp jagawe?
ko phari phari bolawe?
a asim nabhni sima,
nij aatur sade dhima,
muj aagal wadhtan asthir Daglan
kyam phari pachhan wale?
mane kon kaho bolawe?
nahi pryan shakun aa tali,
kyam sneh shakun wali khali? —
ko ko’ dhartini raj rajne ke,
widay hwe apawe!
mane kon phari bolawe?
muj widay samye ko aa
mane pachhalthi bolawe?
mane kon phari bolawe?
muj widay samye ko aa
mane pachhalthi bolawe?
mane kon phari bolawe?
re ‘ja ma! ja ma! ewan
a ghar gharnan sau newan
chhal chhal thatan hibkan letan
wachno kem sunawe?
mane kon phari bolawe?
a wanni kunje kunje
a pushp tana naw punje—
re bhini wyakul ankho koni
haiye ashru wahawe?
mane kon phari bolawe?
a anilni lahre lahre,
a giri girioni kuhre,
re mukhrit nihashwaso aa kona
prane kamp jagawe?
ko phari phari bolawe?
a asim nabhni sima,
nij aatur sade dhima,
muj aagal wadhtan asthir Daglan
kyam phari pachhan wale?
mane kon kaho bolawe?
nahi pryan shakun aa tali,
kyam sneh shakun wali khali? —
ko ko’ dhartini raj rajne ke,
widay hwe apawe!
mane kon phari bolawe?
muj widay samye ko aa
mane pachhalthi bolawe?
mane kon phari bolawe?
સ્રોત
- પુસ્તક : સકલ કવિતા (પૃષ્ઠ ક્રમાંક 241)
- સર્જક : સ્નેહરશ્મિ
- પ્રકાશક : વિદ્યાવિહાર પ્રકાશન
- વર્ષ : 1984