
[ઢાળ: 'ભૂલ્યો રે ભૂલ્યો રાજા સત રે ગોપીચંદણ' -એ ભજનનો]
સો સો રે સલામું મારાં ભાંડુડાંને કે'જો રે,
ઝાઝેરા જુહાર જગને દેજો હો....જી!
મળાયું ન તેને સહુને માફામાફ કે’જો, ને,
રુદિયામાં રાખી અમને રે’જો હો...જી!
ટીપેટીપે શોણિત મારાં તોળી તોળી આપું તોયે,
પૂરાં જેનાં પ્રાછત કદીયે જડશે ન જી-
એવા પાપ-દાવાનલમાં જલે છે જનેતા મારી,
દિલડાના ડુંગર સળગ્યા - ઠરશે ન જી!
-સો સો રે સલામું.
કીધાં ખાખ ખાંડવવનને પાંડુ તણા પુત્રે તે દી
નિરદોષી નાગાં લાખો ભુંજાણાં હો...જી :
આદુનાં નિવાસી એ તો આ રે આર્યભોમ કેરાં,
પૂર્વજ મારાને પાપે ઓરાણાં હો....જી!
-સો સો રે સલામું.
રઘુપતિ રામ મારા રુદાનો વિસામો -એણે
ઋષિઓને વચને ખાધેલ ખોટ્યું હો...જી :
પ્રભુનામ ભજતો એણે પારાધી સંહારિયો રે
એનું ઘોર પાતક આજે ઊમટ્યું હો...જી!
-સો સો રે સલામું.
છેદ્યાં, બાળ્યાં, ગારદ કીધાં પૃથવીના પેટમાં, ને
અસુરો કહીને કાઢ્યા વનવાસ જી :
જીવતાને કાજે જુદી નરકું બંધાવિયું, ને
સદાનાં નરાધમ રાખ્યાં દાસીદાસ જી.
-સો સો રે સલામું.
સમર્થોની સત્તા, સંતો, ધુતારાની ધૂતણબાજી,
કૂડિયા ગુરુની કૈં કૈં કરામાત જીઃ
એની તો વણાવી ધીંગી ધરમધજાઓ, એને
ભાંડું કેરે રગતે રંગી ભલી ભાત જી.
-સો સો રે સલામું.
એવી એવી ઝડીઓ મારા સહોદરો ઝીલતાં, ને
ધરમધજા કેરે ક્યારે સિંચાણાં હો...જી :
રુદામાં શમાવી સરવે રુદનપિયાલા,વા’લાં
હરિ કેરા રથડા હેઠળ પિલાણાં હો...જી.
-સો સો રે સલામું.
રથના સારથિડા-સુણજો, સાધુ ને ગુંસાઈ સરવે,
કડાકા કરે છે રથની ધરીઓ હો...જી :
જુઓ જુઓ જુગનો ભેરવ ઊભી વાટ ખાળી આજે,
ભીતર તો નિહાળો : હરિ ક્યાં પળિયો હો...જી.
-સો સો રે સલામું.
જુગનો મહારાજા આજે મહાકાળ જાગિયો, ને
ધરમ કેરા ધારણ-કાંટા માંડે હો...જીઃ
સતને ત્રાજવડે મારાં કલેજાં ચડાવિયાં મેં,
શીશ તો નમાવ્યું શાસનદંડે હો....જી.
-સો સો રે સલામું.
હરિ કેરાં તેડાં અમને આવી છે વધામણી રે.
દલિતોને ઉત્સવ હાકલ પડી છે હો...જી;
હસતાં મુખડાંની અમને વિદાયું દિયો રે, વા'લાં!
રખે કોઈ રોકે નયણાં રડીને હો...જી!
-સો સો રે સલામું.
[Dhalah bhulyo re bhulyo raja sat re gopichandan e bhajanno]
so so re salamun maran bhanDuDanne kejo re,
jhajhera juhar jagne dejo ho jee!
malayun na tene sahune maphamaph ke’jo, ne,
rudiyaman rakhi amne re’jo ho jee!
tipetipe shonit maran toli toli apun toye,
puran jenan prachhat kadiye jaDshe na ji
ewa pap dawanalman jale chhe janeta mari,
dilDana Dungar salagya tharshe na jee!
so so re salamun
kidhan khakh khanDawawanne1 panDu tana putre te di
nirdoshi nagan lakho bhunjanan ho jee
adunan niwasi e to aa re arybhom keran,
purwaj marane pape oranan ho jee!
so so re salamun
raghupati2 ram mara rudano wisamo ene
rishione wachne khadhel khotyun ho jee
prabhunam bhajto ene paradhi sanhariyo re
enun ghor patak aaje umatayun ho jee!
so so re salamun
chhedyan, balyan, garad kidhan prithwina petman, ne
asuro kahine kaDhya wanwas jee
jiwtane kaje judi narakun bandhawiyun, ne
sadanan naradham rakhyan dasidas ji
so so re salamun
samarthoni satta, santo, dhutarani dhutanbaji,
kuDiya guruni kain kain karamat jee
eni3 to wanawi dhingi dharamadhjao, ene
bhanDun kere ragte rangi bhali bhat ji
so so re salamun
ewi ewi jhaDio mara sahodro jhiltan, ne
dharamadhja kere kyare sinchanan ho jee
rudaman shamawi sarwe rudanapiyala,wa’lan
hari kera rathDa hethal pilanan ho ji
so so re salamun
rathna sarathiDa sunjo, sadhu ne gunsai sarwe,
kaDaka kare chhe rathni dhario ho jee
juo juo jugno bheraw ubhi wat khali aaje,
bhitar to nihalo hari kyan paliyo ho ji
so so re salamun
jugno maharaja aaje mahakal jagiyo, ne
dharam kera dharan kanta manDe ho jee
satne trajawDe4 maran kalejan chaDawiyan mein,
sheesh to namawyun shasandanDe ho ji
so so re salamun
hari keran teDan amne aawi chhe wadhamni re
dalitone utsaw hakal paDi chhe ho jee;
hastan mukhDanni amne widayun diyo re, walan!
rakhe koi roke naynan raDine ho jee!
so so re salamun
(1933)
[Dhalah bhulyo re bhulyo raja sat re gopichandan e bhajanno]
so so re salamun maran bhanDuDanne kejo re,
jhajhera juhar jagne dejo ho jee!
malayun na tene sahune maphamaph ke’jo, ne,
rudiyaman rakhi amne re’jo ho jee!
tipetipe shonit maran toli toli apun toye,
puran jenan prachhat kadiye jaDshe na ji
ewa pap dawanalman jale chhe janeta mari,
dilDana Dungar salagya tharshe na jee!
so so re salamun
kidhan khakh khanDawawanne1 panDu tana putre te di
nirdoshi nagan lakho bhunjanan ho jee
adunan niwasi e to aa re arybhom keran,
purwaj marane pape oranan ho jee!
so so re salamun
raghupati2 ram mara rudano wisamo ene
rishione wachne khadhel khotyun ho jee
prabhunam bhajto ene paradhi sanhariyo re
enun ghor patak aaje umatayun ho jee!
so so re salamun
chhedyan, balyan, garad kidhan prithwina petman, ne
asuro kahine kaDhya wanwas jee
jiwtane kaje judi narakun bandhawiyun, ne
sadanan naradham rakhyan dasidas ji
so so re salamun
samarthoni satta, santo, dhutarani dhutanbaji,
kuDiya guruni kain kain karamat jee
eni3 to wanawi dhingi dharamadhjao, ene
bhanDun kere ragte rangi bhali bhat ji
so so re salamun
ewi ewi jhaDio mara sahodro jhiltan, ne
dharamadhja kere kyare sinchanan ho jee
rudaman shamawi sarwe rudanapiyala,wa’lan
hari kera rathDa hethal pilanan ho ji
so so re salamun
rathna sarathiDa sunjo, sadhu ne gunsai sarwe,
kaDaka kare chhe rathni dhario ho jee
juo juo jugno bheraw ubhi wat khali aaje,
bhitar to nihalo hari kyan paliyo ho ji
so so re salamun
jugno maharaja aaje mahakal jagiyo, ne
dharam kera dharan kanta manDe ho jee
satne trajawDe4 maran kalejan chaDawiyan mein,
sheesh to namawyun shasandanDe ho ji
so so re salamun
hari keran teDan amne aawi chhe wadhamni re
dalitone utsaw hakal paDi chhe ho jee;
hastan mukhDanni amne widayun diyo re, walan!
rakhe koi roke naynan raDine ho jee!
so so re salamun
(1933)



બ્રિટિશ મહાસચિવના કોમી ચુકાદા સામે ગાંધીજીએ યરોડા જેલમાં અનશન વ્રત લીધું ત્યારે. આ ગાંધીજીને મોકલ્યું હતું. તેના જવાબમાં એમનું એક પત્તુ મળેલું કે ‘તમારી પ્રસાદી મળી. કવિતા સમજવાની મારી શક્તિ નહિ જેવી છે. પણ તમે મને ગોળમેજીમાં જતી વખતે જે પ્રસાદી [‘છેલ્લો કટોરો’] મોકલેલી તે મને બહુ ગમેલી. તેની જોડે હું આને મૂકી શકતો નથી.’
સ્રોત
- પુસ્તક : સોના નાવડી (પૃષ્ઠ ક્રમાંક 89)
- સંપાદક : જયંત મેઘાણી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 1997