wirahini - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

(રાગ ગારો)

નમેરીઆ! આવો રે, મોરે નયણાં પલક ના સૂકાય.

નયણાં પલક ના સૂકાય,

હો, લયમાં ખલક ડૂબી જાય,

આવો રે, મોરે નયણાં પલક ના સૂકાય.

ભરતી ભરાય આ,

હૈયું તણાય આ,

દિલનો દિલાવર પાયઃ

આવો રે, મોરે નયણાં પલક ના સૂકાય.

માયા તે નાથની,

છાયા તે હાથની;

વેલી અકેલી કરમાયઃ

આવો રે, મોરે નયણાં પલક ના સૂકાય.

નમેરીઆ! આવો રે, મોરે નયણાં પલક ના સૂકાય.

સ્રોત

  • પુસ્તક : સંદેશિકા (પૃષ્ઠ ક્રમાંક 34)
  • સર્જક : અરદેશર ખબરદાર
  • પ્રકાશક : ગુજરાતી સા. પ. ભંડોળ કમિટિ
  • વર્ષ : 1925