ek hati sarwkalin warta - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

એક હતી સર્વકાલીન વારતા

ek hati sarwkalin warta

જગદીશ જોશી જગદીશ જોશી
એક હતી સર્વકાલીન વારતા
જગદીશ જોશી

ધારો કે એક સાંજ આપણે મળ્યાં અને આપણે હળ્યાં

પણ આખા આયખાનું શું?

ખુલ્લી આંખ અને કોરી કિતાબ એને ફરી ફરી કેમ કરી વાંચશું?

માનો કે હોઠ સહેજ મ્હોરી ઊઠ્યા ને છાતીમાં મેઘધનુષ ફોરી ઊઠ્યાં

પણ બળબળતી રેખાનું શું?

આકાશે આમ ક્યાંક ઝૂકી લીધું ને ફૂલોને ‘કેમ છો’ પૂછી લીધું

પણ મૂંગી વેદનાનું શું?

માનો કે આપણે ખાધુંપીધું અને માનો કે રાજ! થોડું કીધુંયે રાજ,

પણ ઝૂરતા ઓરતાનું શું?

ધારો કે રાણી! તમે જીતી ગયાં અને ધારો કે વાયરા વીતી ગયા

પણ માંડેલી વારતાનું શું?

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 217)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004