ફાટ્યાં-તૂટ્યાં જેને ગોદડી ગાભાં, આળોટવા ફૂટપાથ,
આંધળી ડોશીનો દેખતો દીકરો, કરતો મનની વાત.
વાંચી તારાં દુઃખડાં માડી! ભીની થઈ આંખડી મારી.
પાંચ વરસમાં પાઈ મળી નથી, એમ તું નાખતી ધા,
આવ્યો તે દિ’થી આ હોટલને ગણી, માડી વિનાના ‘મા’,
બાંધી ફૂટપાયરી જેણે, રાખ્યો રંગ રાતનો એણે!
ભાણિયો તો માડી! થાય ભેળો જે દિ’ મિલો બધી હોય બંધ,
એક જોડી મારાં લૂગડાંમાં એને, આવી અમીરીની ગંધ?
ભાડે લાવી લૂગડાં મોંઘાં, ખાતો ખારા દાળિયા સોંઘા.
દવાદારૂં આંહી આવે ન ઢૂંકડાં, એવી છે કારમી વેઠ,
રાત ને દિવસ રળું તોયે મારું, ખાલી ને ખાલી પેટ,
રાતે આવે નીંદર રૂડી, મારી કને એટલી મૂડી.
જારને ઝાઝા જુહાર કે’જે, ઊડે આંહી મકાઈનો લોટ,
બેસવા પણ ઠેકાણું ના મળે, કૂબામાં તારે શી ખોટ?
મુંબઈની મેડીયું મોટી, પાયામાંથી સાવ છે ખોટી.
ભીંસ વધીને ઠેલંઠેલા, રોજ પડે હડતાળ,
શે’રના કરતાં ગામડામાં મને, દેખાય ઝાઝો માલ,
નથી જાવું દાડિયે તારે, દિવાળીએ આવવું મારે.
કાગળનું તારે કામ શું માડી! વાવડ સાચા જાણ,
તારા અંધાપાની લાકડી થાવાના, મેં લીધા પચખાણ,
હવે નથી ગોઠતું માડી, વાંચી તારી આપદા કાળી.
phatyan tutyan jene godDi gabhan, alotwa phutpath,
andhli Doshino dekhto dikro, karto manni wat
wanchi taran dukhaDan maDi! bhini thai ankhDi mari
panch warasman pai mali nathi, em tun nakhti dha,
awyo te di’thi aa hotalne gani, maDi winana ‘ma’,
bandhi phutpayri jene, rakhyo rang ratno ene!
bhaniyo to maDi! thay bhelo je di’ milo badhi hoy bandh,
ek joDi maran lugDanman ene, aawi amirini gandh?
bhaDe lawi lugDan monghan, khato khara daliya songha
dawadarun aanhi aawe na DhunkDan, ewi chhe karmi weth,
raat ne diwas ralun toye marun, khali ne khali pet,
rate aawe nindar ruDi, mari kane etli muDi
jarne jhajha juhar ke’je, uDe aanhi makaino lot,
besawa pan thekanun na male, kubaman tare shi khot?
mumbini meDiyun moti, payamanthi saw chhe khoti
bheens wadhine thelanthela, roj paDe haDtal,
she’rana kartan gamDaman mane, dekhay jhajho mal,
nathi jawun daDiye tare, diwaliye awawun mare
kagalanun tare kaam shun maDi! wawaD sacha jaan,
tara andhapani lakDi thawana, mein lidha pachkhan,
hwe nathi gothatun maDi, wanchi tari apada kali

(શ્રી ઇન્દુલાલ ગાંધીના ‘આંધળી માનો કાગળ’ કાવ્યનો શ્રી ઇન્દુલાલ ગાંધીએ જ લખેલો જવાબ)
સ્રોત
- પુસ્તક : અમી સ્પંદન (પૃષ્ઠ ક્રમાંક 7)
- સંપાદક : પ્રવીણચન્દ્ર દવે
- પ્રકાશક : લલિતા દવે
- વર્ષ : 2007
- આવૃત્તિ : દસમું પુનર્મુદ્રણ