pal - Geet | RekhtaGujarati

સરકી જાયે પલ...

કાળ તણું જાણે કે તો વરસે ઝરમર જલ!

નહીં વર્ષામાં પૂર,

નહીં ગ્રીષ્મ મહીં શોષાય,

કોઈના સંગનિઃસંગની એને

કશી અસર નવ થાય,

ઝાલો ત્યાં તો છટકે એવી નાજુક ને ચંચલ!

છલક છલકે છલકાય

છતાં યે કદી શકી નવ ઢળી,

વૃન્દાવનમાં,

વળી કોઈને કુરુક્ષેત્રમાં મળી,

જાય તેડી પોઢેલાંને યે નવે લોક, નવ સ્થલ!

સ્રોત

  • પુસ્તક : આધુનિક ગુજરાતી કવિતા (પૃષ્ઠ ક્રમાંક 103)
  • સંપાદક : સુરેશ દલાલ, જયા મહેતા
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1989