
તમે મંનભરી મેઘ બની વરસ્યા,
રે! તોય અમે તરસ્યા
તે તરસ્યા ને તરસ્યા.
તમે મોરલાના થનગનતા રંગોને
આંગણે ઉગાડ્યા
અને નજરુથી ભીંજવી રમાડ્યા,
રે! તોય અમે પરસ્યા
ના પરસ્યા, ના પરસ્યા!
તમે મહેકના ફુવારે ધરા-અંબર ભર્યા
ને પછી ફૂલ બની મલક્યા,
રે! તોય અમે તૃષ્ણાના સળગ્યા
તે સળગ્યા ને સળગ્યા.
તમે બાર મેઘ ખાંગા થઈ વરસ્યા,
રે! તોય અમે સહરાની ઝંખાથી
તરસ્યા તે તરસ્યા ને તરસ્યા.
tame mannabhri megh bani warasya,
re! toy ame tarasya
te tarasya ne tarasya
tame morlana thanaganta rangone
angne ugaDya
ane najaruthi bhinjwi ramaDya,
re! toy ame parasya
na parasya, na parasya!
tame mahekna phuware dhara ambar bharya
ne pachhi phool bani malakya,
re! toy ame trishnana salagya
te salagya ne salagya
tame bar megh khanga thai warasya,
re! toy ame sahrani jhankhathi
tarasya te tarasya ne tarasya
tame mannabhri megh bani warasya,
re! toy ame tarasya
te tarasya ne tarasya
tame morlana thanaganta rangone
angne ugaDya
ane najaruthi bhinjwi ramaDya,
re! toy ame parasya
na parasya, na parasya!
tame mahekna phuware dhara ambar bharya
ne pachhi phool bani malakya,
re! toy ame trishnana salagya
te salagya ne salagya
tame bar megh khanga thai warasya,
re! toy ame sahrani jhankhathi
tarasya te tarasya ne tarasya



સ્રોત
- પુસ્તક : કસક (પૃષ્ઠ ક્રમાંક 27)
- સર્જક : પીયૂષ પંડ્યા 'જ્યોતિ'
- પ્રકાશક : પોતે
- વર્ષ : 1980