saambhalo aelaa kau chhun olaa chamaayadiinaa dungraa aakhaa rod banii gyaa - Geet | RekhtaGujarati

સાંભળો એલા કઉ છું ઓલા ચમાયડીના ડુંગરા આખા રોડ બની ગ્યા

saambhalo aelaa kau chhun olaa chamaayadiinaa dungraa aakhaa rod banii gyaa

ધ્રુવ ભટ્ટ ધ્રુવ ભટ્ટ
સાંભળો એલા કઉ છું ઓલા ચમાયડીના ડુંગરા આખા રોડ બની ગ્યા
ધ્રુવ ભટ્ટ

સાંભળો એલા કઉ છું ઓલા ચમાયડીના ડુંગરા આખા રોડ બની ગ્યા

વહેતી કાળુભાર માથે થઈ આમ વળો 'ને તેમ વળોના પાટિયા મારેલ મોડ બની ગ્યા

એવડા રૂડા ડુંગરાને જો ભૈડિયે ભાંગી નાગડ-પૂગડ રમતા મેલ્યા આપણે રોડે રોડ

હાં કે આકાશ ભાળતી બધી ટેકરીને પાતાળ પછાડી ભાગતા જાવા શુંય દેખાડ્યા જોર

વરસાદુંના મન ભાંગ્યા કે જુગ જૂનેરા ખડકો એને ઝીલતા'તા 'ને મળવાના સૌ કોડ મરી ગ્યા

સાંભળો એલા કઉ છું ઓલા ચમાયડીના ડુંગરા આખા રોડ બની ગ્યા

વહેતી કાળુભાર માથે થઈ આમ વળો 'ને તેમ વળોના પાટિયા મારેલ મોડ બની ગ્યા

કાલ સુધી તો છોકરાંને રોજ આગળી ચીંધી નજરું સામે ઘો કાકીડા નોળિયા સાપણ શ્યાળ ભળાવ્યા

જોર કરીને પાણકા વચ્ચે રંગરંગીલાં ફુલ ઉગાડી જગને જોતાં નાનકા મોટા ઝાંખરાના ઝબકાર ગણાવ્યા

આજ જાણે કે ટોચ સુધીનાં ઘર પોતાના સાવ નમી ગ્યા એટલામાં તો કોણ જાણે ક્યાં એય મરી ગ્યા?

સાંભળો એલા કઉ છું ઓલા ચમાયડીના ડુંગરા આખા રોડ બની ગ્યા

વહેતી કાળુભાર માથે થઈ આમ વળો 'ને તેમ વળોના પાટિયા મારેલ મોડ બની ગ્યા

સ્રોત

  • પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ