anubhuti - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

અનુભૂતિ

anubhuti

સુરેશ દલાલ સુરેશ દલાલ
અનુભૂતિ
સુરેશ દલાલ

લીલ લપાઈ બેઠી જળને તળિયે;

સૂર્યકિરણને એમ થયું કે લાવ જઈને મળિયે!

કંપ્યું જળનું રેશમ પોત;

કિરણ તો ઝૂક્યું થઈ કપોત.

વિધવિધ સ્વરની રમણા જંપી નીરવની વાંસળીએ!

હળવે ઊતરે આખું વ્યોમ;

નેણને અણજાણી ભોમ.

લખ લખ હીરા ઝળકે ભીનાં તૃણ તણી આંગળીએ!

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 352)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004