thoDa shabdachitr! - Geet | RekhtaGujarati

થોડા શબ્દચિત્ર! -

thoDa shabdachitr!

સંજુ વાળા સંજુ વાળા
થોડા શબ્દચિત્ર! -
સંજુ વાળા

કબીર

ઘટ ઘટ રામ તિહારો

અરધ પોતડી જર્જર પહેરણ વચ્ચે મ્હાલે ન્યારો...

ઘટ ઘટ રામ તિહારો...

તિનકે તિનકે તરુ જગાડ્યા કંકર કંકર પહાડ

વાળીછોળી અણસમજણની સૌ વિખેરી વાડ

બાંધ્યો ના બંધાય તું, છાપ-તિલકની પાર

પટ ભીતર, પટ બહારનો તેં સમજાવ્યો સાર

તાણે-વાણે ગહનગુંજનો ઈલમી વણ્યો ઈશારો

અરધ પોતડી જર્જર પહેરણ વચ્ચે હાલે ન્યારો

ઘટ ઘટ રામ તિહારો...

તલમાં ચીંધ્યા તેલને, ચકમક ચીંધી આગ

દરિયા દાખ્યા બુન્દમાં ભાખ્યો બુન્દ અતાગ

ભક્તન કે મન ભજન બડો કાજી કહે અજાન

તેં બન્ને પલ્લે રહી, પરખ્યા એક સમાન

પૂરણ પ્રગટ્યો સધ્ધુકડીમાં વાણીવચ રણુંકારો

ઘટ ઘટ રામ તિહારો....

સ્રોત

  • પુસ્તક : પ્રતીપદા (પૃષ્ઠ ક્રમાંક 254)
  • સંપાદક : પ્રશાંત પટેલ, યોગેશ પટેલ
  • પ્રકાશક : ડિવાઈન પબ્લિકેશન્સ
  • વર્ષ : 2015