રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોતિલ્લી! તારા ખળખળ વહેતાં સાંજ્જળ વચ્ચે આજ મને મેં ભાળ્યો.....
વહેતા નભમાં કોઈ તણખલું એક દિશાને શોધે
એવા કંઈક બનાવો બને શબ્દમાં
પ્રલય પવનનો ફૂંકાતો આવીને અટકે કંઈક
જનમની પાર ઊભેલા શ્વેત અબ્દમાં
તિલ્લી! રે આ કાગળ વચ્ચે કે ફેરફરતા વાદળ વચ્ચે આજ મને મેં ભાળ્યો
તિલ્લી! તારા ખળખળ વહેતાં સાંજજળ વચ્ચે આજ મને મેં ભાળ્યો
એક જયન્દર, દ્વિજ જયન્દર, કંઈક જયન્દર, ટોળે વળતી
ને વિખરાતી ટોળે વળતી નભગંગાની રજકણ
પંચમૂળની પાછળ જોતાં સૂરજ તો મેં
આકળવિકળ ગર્ભદશામાં દોરેલું એક બિત્રણ-ચિત્રણ
તિલ્લી! ઝળહળ જીવ ફેલતાં નક્ષત્રોની સાંકળ વચ્ચે આજ મને મેં ભાળ્યો
તિલ્લી! તારા ખળખળ વહેતાં સાંજજળ વચ્ચે આજ મને મેં ભાળ્યો.
tilli! tara khalkhal wahetan sanjjal wachche aaj mane mein bhalyo
waheta nabhman koi tanakhalun ek dishane shodhe
ewa kanik banawo bane shabdman
prlay pawanno phunkato awine atke kanik
janamni par ubhela shwet abdman
tilli! re aa kagal wachche ke pherapharta wadal wachche aaj mane mein bhalyo
tilli! tara khalkhal wahetan sanjjal wachche aaj mane mein bhalyo
ek jayandar, dwij jayandar, kanik jayandar, tole walti
ne wikhrati tole walti nabhgangani rajkan
panchmulni pachhal jotan suraj to mein
akalawikal garbhadshaman dorelun ek bitran chitran
tilli! jhalhal jeew pheltan nakshatroni sankal wachche aaj mane mein bhalyo

સ્રોત
- પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 391)
- સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
- વર્ષ : 2004