રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઅમે કાળજાથી કીકી લગી આંસુ ભર્યા ને પછી રોયા નહીં,
કંઈક મંડાઈ મીટ કેરી લાગણીથી આંસુઓને ધોયાં નહીં.
તમે વાટથી વંકાઈ આંખ ફેરવી લીધી
ને જરા ખટકો રહ્યો,
નાચતા બે પાય ગયા થંભી, બે હાથે
લાલ ફટકો રહ્યો.
કૂણાં લોચનિયાં જાતને મનાવે જાણે કે એને જોયાં નહીં;
અમે કાળજાથી કીકી લગી આંસુ ભર્યાં ને પછી રોયા નહીં.
છૂંદણાના હંસ કને મોતી ધર્યો
ને પછી જોયા કર્યું,
તડકો આ તાપથી અકળાયો ને
અંગ ભીનું વાદળ ધર્યું.
એથી પાગલમાં જાતને ખપાવી, લાગે કે લેશ મોહ્યા નહીં,
પછી કાળજાથી કીકી લગી આંસુભર્યાં ને હવે રોયા નહીં.
(૧૯૭પ)
ame kaljathi kiki lagi aansu bharya ne pachhi roya nahin,
kanik manDai meet keri lagnithi ansuone dhoyan nahin
tame watthi wankai aankh pherwi lidhi
ne jara khatko rahyo,
nachta be pay gaya thambhi, be hathe
lal phatko rahyo
kunan lochaniyan jatne manawe jane ke ene joyan nahin;
ame kaljathi kiki lagi aansu bharyan ne pachhi roya nahin
chhundnana hans kane moti dharyo
ne pachhi joya karyun,
taDko aa tapthi aklayo ne
ang bhinun wadal dharyun
ethi pagalman jatne khapawi, lage ke lesh mohya nahin,
pachhi kaljathi kiki lagi ansubharyan ne hwe roya nahin
(197pa)

સ્રોત
- પુસ્તક : હયાતી (પૃષ્ઠ ક્રમાંક 130)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : ચીમનલાલ લિટરરી ટ્રસ્ટ, મુંબઈ
- વર્ષ : 1984
- આવૃત્તિ : 2