bolave shej maa malko utaavalaan - Geet | RekhtaGujarati

બોલાવે સ્હેજ મા મલકો ઉતાવળાં

bolave shej maa malko utaavalaan

ભાનુપ્રસાદ પંડ્યા ભાનુપ્રસાદ પંડ્યા
બોલાવે સ્હેજ મા મલકો ઉતાવળાં
ભાનુપ્રસાદ પંડ્યા

બોલાવે સ્હેજ મા મલકો ઉતાવળાં

વેળા કવેળાનાં માંડોની મૂલ!

મધરાત્યું મેલીને ધોળે તે દિવસે

વરસો મા ચાંદનીનાં રૂપેરી ફૂલ!

ઘેરા અંધારામાં સોડમની કેડીએ

ગોત્યે જડે રાતરાણી!

તરસ્યુંની આગમાં હોમી દ્યે અંગ તંઈ

સાચું કે’વાય એને પાણી!

છલકે બધાય એને સાયર જાણીએ

ચળકે સંધુંય નો’ય મોતી અમૂલ!

પરખી લ્યો અમિયલ મોસમનું વાદળું

માવઠાનું ગાજવું તે ઠાલું!

સોંઘા સનકારે કૈં મોંઘા અબોલડા

હું તો ના આમ કદી આલું!

મોરલાના ટૌકામાં મોહ્યું ના પાલવે

ગોતી લ્યો ગરવા કો’ સારસનાં કુલ!

સ્રોત

  • પુસ્તક : કવિતા - ઑક્ટોમ્બર, 1968 (પૃષ્ઠ ક્રમાંક 34)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ