aabh - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

આભને નહીં હોય રે આભની માયા

નહિ તો વેરાન કે વને, આવળ બાવળ ઝાડ કે જને

ડોળતું નહીં રે’ય રે એની સોનલવરણી છાયા!

વાદળી જરાક ઝૂકતી જરાક ઝરતી ક્વચિત્ નાવ લઈને નિજની

રે’તી ક્ષિતિજતીરે ફરતી દિવસરાત,

કચારેક ખાલીખમ ને કયારેક ભરતું ચોગરદમ, બીડેલા રીસમાં

રાધાશ્યામના જેવા હોઠ તો જાણે માંડે ઝાઝી વાત!

ક્યાંક સમાવે પાંખમાં પવન, ક્યાંક પવનને પાંખમાં ભરી

આવતું તરી દૂરથી મૂકી દૂર રે એની કાયા!

ઊતરે જોઈ જલને રહે ઝૂકતું જોઈ થલ, જરામાં લાગતાં ઝોકો

વેરાઈ જતું માનવી મનેમંન;

નમતે પ્હોરે તળાવપાળે કૂવાથાળે ઊતરી બેસે ચકલાંટોળું,

લાગતું ત્યારે નભને જાણે ભીંજતું એનું ત’ન!

કોઈ વેળા વન ઝૂકતાં, ઝાડવાં તૂટતાં, બાગમાં છૂટતા ફૂલફુવારા

એની સાત સમુંદર તરતી રે’તી છાયા!

સ્રોત

  • પુસ્તક : આધુનિક ગુજરાતી કવિતા (પૃષ્ઠ ક્રમાંક 105)
  • સંપાદક : સુરેશ દલાલ, જયા મહેતા
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1989