vaayre uudii uudii jaay re patolun - Geet | RekhtaGujarati

વાયરે ઊડી ઊડી જાય રે પટોળું

vaayre uudii uudii jaay re patolun

રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શાહ
વાયરે ઊડી ઊડી જાય રે પટોળું
રાજેન્દ્ર શાહ

વાયરે ઊડી ઊડી જાય રે પટોળું;

એવું એવું રે અડી જાય કે અમૂંઝણે

મૂંઝાઈ રે’છ મંન ભોળું.

પૂંઠે રે મેલી ક્યાંય મારા ઘરની ગલી,

દૂર છે હજીય ઓલી ખેતરની આંબલી,

અડધે તે મારગે એકલ હેરાન થઉં

કોની તે સંગ ઉર ખોલું!

છાતી ઢાંકું ને ઊડે માથાનો છેડલો,

ઢીલો તે જાય વળી છૂટી અંબોડલો,

મહુડાની ડાળીએ બેઠેલું કોઈ, મને

જોઈને રિઝાય છે હોલું.

સ્રોત

  • પુસ્તક : કાવ્ય-કોડિયાં – રાજેન્દ્ર શાહનાં કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 21)
  • પ્રકાશક : લોકમિલાપ ટ્રસ્ટ