bhagn swapnni naw - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ભગ્ન સ્વપ્નની નાવ

bhagn swapnni naw

સ્નેહરશ્મિ સ્નેહરશ્મિ
ભગ્ન સ્વપ્નની નાવ
સ્નેહરશ્મિ

મારી નાવ કરે કો પાર?

કાળાં ભમ્મર જેવાં પાણી,

જુગ જુગ સંચિત રે! અંધાર;

સૂર્યચંદ્ર નહિ, નહિ નભજ્યોતિ,

રાતદિવસ નહિ સાંજસવાર!

મારી નાવ કરે કો પાર?

ભાવિના નહિ પ્રેરક વાયુ,

ભૂત તણો દાબે ઓથાર;

અધડૂબી દીવાદાંડી પર

ખાતી આશા મોતપછાડ!

મારી નાવ કરે કો પાર?

નથી હીરા, નથી માણેક, મોતી,

કનક તણો નથી એમાં ભાર;

ભગ્ન સ્વપ્નના ખંડિત ટુકડા

તારી કોણ ઉતારે પાર?

મારી નાવ કરે કો પાર?

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી ઊર્મિકાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 53)
  • સંપાદક : જયન્ત પાઠક, રમણલાલ પાઠક
  • પ્રકાશક : આદર્શ પ્રકાશન
  • વર્ષ : 1983