tunkarun geet - Geet | RekhtaGujarati

તુંકારું ગીત

tunkarun geet

મધુકાન્ત કલ્પિત મધુકાન્ત કલ્પિત
તુંકારું ગીત
મધુકાન્ત કલ્પિત

આવી કોઈ વાતમાં,

તુંકારો વાંસ જેમ ઊભો ચોપાઈ જાય જાતમાં.

એમને કશીય રોકટોક વિના એશથી

ખીલવા મળ્યું છે મોકળાશે,

આપણે તો આયખાને ટૂંટિયું વાળીને

રોજ પીલતા જવાનું સંકડાશે.

સૌની છે કેવી અલાયદી કતારો

ને જુદા ગણવેશ અહીં પચરંગી ભાતમાં...

એમને માફક આવે એવી રીતભાત

શીખી લેવી પડે છે, બાપ રે!

એમના ઉચ્ચારણના દીવા બળે છે ત્યાં

આપણાં શાં મૂલ કે શાં માપ, રે!

માણસને ઠેસ જેમ વાગે માણસ

એક સરખી જમાતમાં...

સ્રોત

  • પુસ્તક : તરજુમો (પૃષ્ઠ ક્રમાંક 18)
  • સર્જક : મધુકાન્ત કલ્પિત
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 2008