tun to pharapharto wasanti wayro - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

તું તો ફરફરતો વાસંતી વાયરો

tun to pharapharto wasanti wayro

પન્નાલાલ પટેલ પન્નાલાલ પટેલ
તું તો ફરફરતો વાસંતી વાયરો
પન્નાલાલ પટેલ

તું તો ફરફરતો વાસંતી વાયરો,

હાથ આવે આવે ને સરી જાય જો,

કેમ કરી હાથમાં લેવો!

તું તો આષાઢી વાદળા જેવો,

બાથ ભરતાં ભરતાં ભાંગી જાય જો,

કેમ કરી ભાથમાં લેવા !

તું તો પાણી કરતાંય સાવ પાતળો,

મારી એરણથી ઢળી ઢળી જાય જો,

કેમ કરી ઘાટમાં લેવો!

તું તો વાતોમાં વણતો વરણાગિયો,

રે બોલે બોલે ને ફરી જાય જો,

કેમ કરી વાતમાં લેવો!

હું તો મનવું મનવું તું રિસાઈ જતો,

રે રૂઠુ ત્યાં લળી લળી આવતો,

કેમ કરી ગાંઠવો નેડો

તુંથી મારે કેમ કરી માંડવો નેડો!

સ્રોત

  • પુસ્તક : અલકમલક (પૃષ્ઠ ક્રમાંક 229)
  • સર્જક : પન્નાલાલ પટેલ
  • પ્રકાશક : કલ્ચર ભારતી પબ્લિકેશન્સ
  • વર્ષ : 1986