tulsinun pandaDun - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

તુલસીનું પાંદડું

tulsinun pandaDun

અનિલ જોશી અનિલ જોશી
તુલસીનું પાંદડું
અનિલ જોશી

મેં તો તુલસીનું પાંદડું બિયરમાં નાખીને પીધું

ઘાસભરી ખીણમાં પડતો વરસાદ

ક્યાંક છૂટાંછવાયાં ઢોર ચરતાં

ભુલકણી આંખોનો ડોળો ફરે ને

એમ પાંદડામાં ટીપાંઓ ફરતાં.

મેં તો આબરૂના કાંકરાથી પાણીને કૂંડાળું દીધું

પાણીનાં ટીપાંથી ઝમમગતા ઘાસમાં

નભના ગોવાળિયાઓ ભમતા

ઝૂલતા કદંબના ઝાડમાંથી મોઈને

દાંડિયો બનાવીને રમતા

મેં તો વૈશ્યાના હાથને સીતાનું છૂંદણું દીધું

મેં તો તુલસીનું પાંદડું બિયરમાં નાખીને પીધું

સ્રોત

  • પુસ્તક : આધુનિક ગુજરાતી કવિતા (પૃષ્ઠ ક્રમાંક 109)
  • સંપાદક : સુરેશ દલાલ, જયા મહેતા
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1989