તુજ સુખની મ્હેફિલમાં તું સહુને નોતરજે
tuj sukhni mhephilman tun sahune notarje
ઝવેરચંદ મેઘાણી
Jhaverchand Meghani
ઝવેરચંદ મેઘાણી
Jhaverchand Meghani
તુજ સુખની મ્હેફિલમાં તું સહુને નોતરજે,
પણ જમજે અશ્રુની થાળ એકલો;
હોંશીલા જગને હસવા તેડું કરજે :
સંઘરજે ઉરની વરાળ એકલો.
તુજ દ્વારે દ્વારે દીપકમાલ ચેતવજે :
ગોપવજે દિલ-અંધારા એકલો;
બીજાંને આંગણ અમૃત-ઝરણાં રેલવજે :
પી લેજે વિષ તારાં તું એકલો.
તુજ ગુલશનનાં ગુલ જે માગે તેને દેજે,
ને સહેજે સર્પોના દંશ એકલો;
કીર્તિની કલગી સહિયારે કર દેજે :
ભોગવજે બદનામી-અંશ એકલો.
દિલદિલની દુઃખ-વાતો દિલસોજીથી સુણજે:
ચૂપ રહેજે કાપી જબાન એકલો;
કો થાકેલા પગની કાંકર ચૂમી લેજે :
કદમો ભરજે કંટક પર એકલો.
tuj sukhni mhephilman tun sahune notarje,
pan jamje ashruni thaal eklo;
honshila jagne haswa teDun karjeh
sangharje urni waral eklo
tuj dware dware dipakmal chetawjeh
gopawje dil andhara eklo;
bijanne angan amrit jharnan relawjeh
pi leje wish taran tun eklo
tuj gulashannan gul je mage tene deje,
ne saheje sarpona dansh eklo;
kirtini kalgi sahiyare kar dejeh
bhogawje badnami ansh eklo
diladilni dukha wato dilsojithi sunjeh
choop raheje kapi jaban eklo;
ko thakela pagni kankar chumi leje
kadmo bharje kantak par eklo
(1934)
tuj sukhni mhephilman tun sahune notarje,
pan jamje ashruni thaal eklo;
honshila jagne haswa teDun karjeh
sangharje urni waral eklo
tuj dware dware dipakmal chetawjeh
gopawje dil andhara eklo;
bijanne angan amrit jharnan relawjeh
pi leje wish taran tun eklo
tuj gulashannan gul je mage tene deje,
ne saheje sarpona dansh eklo;
kirtini kalgi sahiyare kar dejeh
bhogawje badnami ansh eklo
diladilni dukha wato dilsojithi sunjeh
choop raheje kapi jaban eklo;
ko thakela pagni kankar chumi leje
kadmo bharje kantak par eklo
(1934)
સ્રોત
- પુસ્તક : સોના નાવડી (પૃષ્ઠ ક્રમાંક 295)
- સંપાદક : જયંત મેઘાણી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 1997
