tilli - Geet | RekhtaGujarati

તિલ્લી! તારા ખળખળ વહેતાં સાંજ્જળ વચ્ચે આજ મને મેં ભાળ્યો.....

વહેતા નભમાં કોઈ તણખલું એક દિશાને શોધે

એવા કંઈક બનાવો બને શબ્દમાં

પ્રલય પવનનો ફૂંકાતો આવીને અટકે કંઈક

જનમની પાર ઊભેલા શ્વેત અબ્દમાં

તિલ્લી! રે કાગળ વચ્ચે કે ફેરફરતા વાદળ વચ્ચે આજ મને મેં ભાળ્યો

તિલ્લી! તારા ખળખળ વહેતાં સાંજજળ વચ્ચે આજ મને મેં ભાળ્યો

એક જયન્દર, દ્વિજ જયન્દર, કંઈક જયન્દર, ટોળે વળતી

ને વિખરાતી ટોળે વળતી નભગંગાની રજકણ

પંચમૂળની પાછળ જોતાં સૂરજ તો મેં

આકળવિકળ ગર્ભદશામાં દોરેલું એક બિત્રણ-ચિત્રણ

તિલ્લી! ઝળહળ જીવ ફેલતાં નક્ષત્રોની સાંકળ વચ્ચે આજ મને મેં ભાળ્યો

તિલ્લી! તારા ખળખળ વહેતાં સાંજજળ વચ્ચે આજ મને મેં ભાળ્યો.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 391)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004