રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરો[ઢાળ: ચારણી કૂંડળિયાનો]
ઘટમાં ઘોડાં થનગને, આતમ વીંઝે પાંખ;
અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ:
આજ અણદીઠ ભૂમિ તણે કાંઠડે
વિશ્વભરના યુવાનોની આંખો અંડે;
પંથ જાણ્યા વિના પ્રાણ ઘોડે ચડે,
ગરુડશી પાંખ આતમ વિષે ઊઘડે.
કેસરિયા વાઘા કરી જોબન જુદ્ધ ચડે;
રોકણહારું કોણ છે? કોનાં નેન રડે?
કોઈ પ્રિયજન તણાં નેન રડશો નહીં!
યુદ્ધ ચડતાને અપશુકન ધરશો નહીં!
કેસરી વીરના કોડ હરશો નહીં!
મત્ત ચૌવન તણી ગોત કરશો નહીં!
રંગરગિયાં-રડિયાં ઘણું, પડિયાં સહુને પાય;
લાતો ખાધી, લથડિયાં -એ દિન ચાલ્યા જાય;
લાત ખાવા તણા દિન હવે ચાલિયા,
દર્પભર ડગ દઈ યુવકદળ હાલિયાં;
માગવી આજ મેલી અવરની દયા,
વિશ્વસમરાંગણે તરુણદિન આવિયા.
અણદીઠાંને દેખવા, અણતગ લેવા તાગ,
સતની સીમો લોપવા, જોબન માંડે જાગ:
લોપવી સીમ, અણદીઠને દેખવું.
તાગવો અતલ દરિયાવ -તળિયે જવું.
ઘૂમવાં દિગ્દિગંતો, શૂળી પર સૂવું;
આજ યૌવન ચહે એહ વિધ જીવવું.
(1928)
[Dhalah charni kunDaliyano]
ghatman ghoDan thanagne, aatam winjhe pankh;
anditheli bhom par yauwan manDe ankhah
aj andith bhumi tane kanthDe
wishwabharna yuwanoni ankho anDe;
panth janya wina pran ghoDe chaDe,
garuDshi pankh aatam wishe ughDe
kesariya wagha kari joban juddh chaDe;
rokanharun kon chhe? konan nen raDe?
koi priyjan tanan nen raDsho nahin!
yuddh chaDtane apashukan dharsho nahin!
kesari wirana koD harsho nahin!
matt chauwan tani got karsho nahin!
rangaragiyan raDiyan ghanun, paDiyan sahune pay;
lato khadhi, lathaDiyan e din chalya jay;
lat khawa tana din hwe chaliya,
darpbhar Dag dai yuwakdal haliyan;
magwi aaj meli awarni daya,
wishwasamrangne tarundin awiya
andithanne dekhwa, antag lewa tag,
satni simo lopwa, joban manDe jagah
lopwi seem, andithne dekhawun
tagwo atal dariyaw taliye jawun
ghumwan digdiganto, shuli par suwun;
aj yauwan chahe eh widh jiwawun
(1928)
[Dhalah charni kunDaliyano]
ghatman ghoDan thanagne, aatam winjhe pankh;
anditheli bhom par yauwan manDe ankhah
aj andith bhumi tane kanthDe
wishwabharna yuwanoni ankho anDe;
panth janya wina pran ghoDe chaDe,
garuDshi pankh aatam wishe ughDe
kesariya wagha kari joban juddh chaDe;
rokanharun kon chhe? konan nen raDe?
koi priyjan tanan nen raDsho nahin!
yuddh chaDtane apashukan dharsho nahin!
kesari wirana koD harsho nahin!
matt chauwan tani got karsho nahin!
rangaragiyan raDiyan ghanun, paDiyan sahune pay;
lato khadhi, lathaDiyan e din chalya jay;
lat khawa tana din hwe chaliya,
darpbhar Dag dai yuwakdal haliyan;
magwi aaj meli awarni daya,
wishwasamrangne tarundin awiya
andithanne dekhwa, antag lewa tag,
satni simo lopwa, joban manDe jagah
lopwi seem, andithne dekhawun
tagwo atal dariyaw taliye jawun
ghumwan digdiganto, shuli par suwun;
aj yauwan chahe eh widh jiwawun
(1928)
સ્રોત
- પુસ્તક : સોના નાવડી (પૃષ્ઠ ક્રમાંક 10)
- સર્જક : જયંત મેઘાણી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 1997