taro itbar - Geet | RekhtaGujarati

તારો ઇતબાર

taro itbar

પ્રહ્લાદ પારેખ પ્રહ્લાદ પારેખ

તારો ઇતબાર જેને, તારો ઇતબાર તેનેઃ

આ પારે શું વા સામે પાર,

જેને તારો ઇતબાર!

શાને આ ભીતર એવું, શાને એ બા'રે કે'વું?

એક તુંબીના બેઉ તાર,

જેને તારો ઇતબાર!

લઈ લેજે તારી પાસે, -માગે એવું શાની આશે?

સરખાં વૈકુંઠ ને આ સંસાર,

જેને તારો ઇતબાર!

તરશે કે ડૂબશે હોડી, દિયે એ ઉચાટ છોડી:

એવા વળી શાને ભરે ભાર,

જેને તારો ઇતબાર!

સ્રોત

  • પુસ્તક : બારી બહાર (પૃષ્ઠ ક્રમાંક 143)
  • સર્જક : પ્રહલાદ પારેખ
  • પ્રકાશક : વોરા ઍન્ડ કંપની
  • વર્ષ : 1969