તને નજરું લાગી છે મારા નામની
tane najarun laagii chhe maaraa naamnii


ભૂવા જાગરિયાના દોરા તું છોડ,
ન માળા ફેરવ સીતારામની;
તને નજરું લાગી છે મારા નામની...
લહેરાતા વાળ તારે ખેંચીને બાંધવા
ને દર્પણમાં જોઈ તારું હસવું!
માથે ઓઢીને તારું શેરીમાં ફરવું
ને ઉંબરે બેસીને તારું રડવું!
ઘરનાં તો ઠીક, કાલ ગામ આખું કહેશે -
તું રહી નથી કોઈ હવે કામની.
તને નજરું લાગી છે મારા નામની...
વાસીંદુ કરશે તો છાણવાળા હાથ
તને મહેંદી રંગેલ હવે લાગશે;
ઓચિંતા આંગળીમાં વાગશે ટચાકા
ને કેટલીયે ઇચ્છાઓ જાગશે!
વાડીએ જવાનું કોઈ બહાનું કરીને હવે,
કેડી પકડી લે મારા ગામની!
તને નજરું લાગી છે મારા નામની...
bhuwa jagariyana dora tun chhoD,
na mala pheraw sitaramni;
tane najarun lagi chhe mara namni
laherata wal tare khenchine bandhwa
ne darpanman joi tarun haswun!
mathe oDhine tarun sheriman pharawun
ne umbre besine tarun raDwun!
gharnan to theek, kal gam akhun kaheshe
tun rahi nathi koi hwe kamni
tane najarun lagi chhe mara namni
wasindu karshe to chhanwala hath
tane mahendi rangel hwe lagshe;
ochinta angliman wagshe tachaka
ne ketliye ichchhao jagshe!
waDiye jawanun koi bahanun karine hwe,
keDi pakDi le mara gamni!
tane najarun lagi chhe mara namni
bhuwa jagariyana dora tun chhoD,
na mala pheraw sitaramni;
tane najarun lagi chhe mara namni
laherata wal tare khenchine bandhwa
ne darpanman joi tarun haswun!
mathe oDhine tarun sheriman pharawun
ne umbre besine tarun raDwun!
gharnan to theek, kal gam akhun kaheshe
tun rahi nathi koi hwe kamni
tane najarun lagi chhe mara namni
wasindu karshe to chhanwala hath
tane mahendi rangel hwe lagshe;
ochinta angliman wagshe tachaka
ne ketliye ichchhao jagshe!
waDiye jawanun koi bahanun karine hwe,
keDi pakDi le mara gamni!
tane najarun lagi chhe mara namni



સ્રોત
- પુસ્તક : એક આંખમાં સન્નાટો...
- સર્જક : વંચિત કુકમાવાલા
- પ્રકાશક : લક્ષ્મીકાન્ત શેઠ
- વર્ષ : 1997