તને ખોટું જો લાગે તો હું શું કરું?
tane khotun jo laage to hun shun karun?

તને ખોટું જો લાગે તો હું શું કરું?
મને આછકલું અડવાની ટેવ
હું તો ઝાકળને અડકું, વાદળને અડકું, અડકું છું પડતા વરસાદને
મને ઝરણાનાં પાણી દે અમથા જો કોલ હું પળમાં ઝબોળી લઉં જાતને
તને ભીનું ન લાગે તો હું શું કરું?
મને કોરુંકટ રડવાની ટેવ
રંગરંગી પતંગિયાની સાથે રહીને કદી ઊડવાની કલ્પના કરી છે?
ઢાળ ઊતરતી કેડી પર રહીને અડોઅડ, સરકવાની કલ્પના કરી છે?
તને ઓસરતાં મોજાંથી લાગે છે ડર
મને ઊલળતા દરિયાની ટેવ
હળવેથી અળગી થઈ તારાથી આજ, જરી મારામાં જાતને પરોવી તો જો
અલ્લડ હવાની જેમ વહેતી રહીને, ચાર ભીંતોથી આગળ તું નીકળી તો જો
તારે કહેવી હો હા ને તોય તું શું કરે
તને ના રે ના કરવાની ટેવ
tane khotun jo lage to hun shun karun?
mane achhakalun aDwani tew
hun to jhakalne aDakun, wadalne aDakun, aDakun chhun paDta warsadne
mane jharnanan pani de amtha jo kol hun palman jhaboli laun jatne
tane bhinun na lage to hun shun karun?
mane korunkat raDwani tew
rangrangi patangiyani sathe rahine kadi uDwani kalpana kari chhe?
Dhaal utarti keDi par rahine aDoaD, sarakwani kalpana kari chhe?
tane osartan mojanthi lage chhe Dar
mane ulalta dariyani tew
halwethi algi thai tarathi aaj, jari maraman jatne parowi to jo
allaD hawani jem waheti rahine, chaar bhintothi aagal tun nikli to jo
tare kahewi ho ha ne toy tun shun kare
tane na re na karwani tew

સ્રોત
- પુસ્તક : સૂર્યનું પ્રથમ કિરણ (પૃષ્ઠ ક્રમાંક 82)
- સર્જક : હિતેન આનંદપરા
- પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ
- વર્ષ : 2019
- આવૃત્તિ : પુનર્મુદ્રણ