રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઅમે રે વાળેલું કોરું આંગણું
તમે કંકુ-પગલાંની ભાત,
નેજવે ટાંગેલી ટપકે ઠીબડી
ભીંજે એક ભીતરની વાત....
તમારે સગપણે અમીં મ્હોરિયા.
તમે રે ચોપાટ્યું માઝમ રાતની
અમે ઘાયલ હયાના ધબકાર;
ઊઘડે અંધારાં ગરવા ઓરડે
સોણલાના ઊઠે રે ઘમકાર....
તમારા સોણામાં અમી મ્હોરિયા.
અમે રે રેવાલે છબતા ડાબલા
તમે ખરિયુંની ઊડતી કુળ,
આંખો અણિયાળી અમિયલ આભલું,
અમિયલ ધરતીનું કુળ....
તમારે પડછાયે અમી મ્હોંરિયા.
શેરીના રમનારા ભેરુ સાંભર્યાં,
વરસ્યું આભ અનરાધાર;
કોણે રે આવીને વાળ્યાં વ્હેણને,
શમણાં આવ્યાં કે સવાર?
કોણ રે ઊગ્યું ને મ્હોર્યું આયખું!
ame re walelun korun anganun
tame kanku paglanni bhat,
nejwe tangeli tapke thibDi
bhinje ek bhitarni wat
tamare sagapne amin mhoriya
tame re chopatyun majham ratni
ame ghayal hayana dhabkar;
ughDe andharan garwa orDe
sonlana uthe re ghamkar
tamara sonaman ami mhoriya
ame re rewale chhabta Dabla
tame khariyunni uDti kul,
ankho aniyali amiyal abhalun,
amiyal dhartinun kul
tamare paDchhaye ami mhonriya
sherina ramnara bheru sambharyan,
warasyun aabh anradhar;
kone re awine walyan whenne,
shamnan awyan ke sawar?
kon re ugyun ne mhoryun aykhun!
ame re walelun korun anganun
tame kanku paglanni bhat,
nejwe tangeli tapke thibDi
bhinje ek bhitarni wat
tamare sagapne amin mhoriya
tame re chopatyun majham ratni
ame ghayal hayana dhabkar;
ughDe andharan garwa orDe
sonlana uthe re ghamkar
tamara sonaman ami mhoriya
ame re rewale chhabta Dabla
tame khariyunni uDti kul,
ankho aniyali amiyal abhalun,
amiyal dhartinun kul
tamare paDchhaye ami mhonriya
sherina ramnara bheru sambharyan,
warasyun aabh anradhar;
kone re awine walyan whenne,
shamnan awyan ke sawar?
kon re ugyun ne mhoryun aykhun!
સ્રોત
- પુસ્તક : સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી સાહિત્ય - કવિતા (પૃષ્ઠ ક્રમાંક 88)
- સંપાદક : મફત ઓઝા
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 1984