tame kinare choop - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

તમે કિનારે ચૂપ

tame kinare choop

ફિલિપ ક્લાર્ક ફિલિપ ક્લાર્ક
તમે કિનારે ચૂપ
ફિલિપ ક્લાર્ક

ભીતર દરિયા ખળભળતા ને

તમે કિનારે ચૂપ.

તમે ગયાં ને ફૂલદાનીમાં

ફૂલો નહીં પણ શૂલ,

કારણ નહીં ને ભમે અબોલા

કેવી થઈ ગઈ ભૂલ.

સાવ સુંવાળી હથેળીઓમાં

ખોડી બેઠા કૂપ.

ભીતર દરિયા ખળભળતા ને

તમે કિનારે ચૂપ.

કાજળમાં ઓગળતી રાતો

અને નીતરતાં ગીત,

આવો કહીને અળગાં રહેતાં

મળતાં એવાં સ્મિત.

ઝાકળ વચ્ચે તડકો કે

રમે તમારાં રૂપ.

ભીતર દરિયા ખળભળતા ને

તમે કિનારે ચૂપ.

સ્રોત

  • પુસ્તક : ટહુકી રહ્યું ગગન (પૃષ્ઠ ક્રમાંક 9)
  • સર્જક : ફિલિપ ક્લાર્ક
  • પ્રકાશક : અલ્પા પ્રકાશન
  • વર્ષ : 1982