તમે જોજો વાયદા ના વિતાવજો
tame jojo na vayda vitavajo
પ્રભુલાલ દ્વિવેદી
Prabhulal Dwivedi
પ્રભુલાલ દ્વિવેદી
Prabhulal Dwivedi
તમે જોજો ના વાયદા વિતાવજો રે, પીયુ પહેલી પેસેન્જરમાં આવજો.
હારતોરાથી સ્વાગત શોભાવજો રે, પીયુ પહેલી પેસેન્જરમાં આવજો.
સિલ્કની કિનાર કોઈક વાયલ આછેરાં, કોઈક નવા નાટકના અચ્છા ઓપેરા.
થોડાં હેન્ડબીલ હેરઓઈલ તણાં લાવજો...
એક હારમોનિયમ પેરીસનું લાવજો, આવવાનો તાર મને આગળથી આપજો.
તમે સામા સ્ટેશન પર સિધાવજો રે. – પીયુ...
સ્રોત
- પુસ્તક : મીઠા ઉજાગરા (પૃષ્ઠ ક્રમાંક 30)
- સંપાદક : વિનયકાંત દ્વિવેદી
- પ્રકાશક : વિનયકાંત દ્વિવેદી
- વર્ષ : 2001
