tame gayan akash bhari prite - Geet | RekhtaGujarati

તમે ગાયાં આકાશ ભરી પ્રીતે

tame gayan akash bhari prite

ધ્રુવ ભટ્ટ ધ્રુવ ભટ્ટ
તમે ગાયાં આકાશ ભરી પ્રીતે
ધ્રુવ ભટ્ટ

તમે ગાયાં આકાશ ભરી પ્રીતે

તે ગીત કહો મારાં કહેવાય કઈ રીતે?

ગીતને તો અવતરવું ઇચ્છાથી હોય છે કે ચાલ જઈ કંઠ કંઠ મ્હાલીએ

આપણે તે એવડાં તો કેવડાં કે મારું છે ચાલ કહી ગજવામાં ઘાલીએ

જે પ્રેમ કરી પામે તે જીતે

તે ગીત હવે મારાં કહેવાય કઈ રીતે?

અમને અણદીઠ હોય સાંપડ્યું કે સાંપડી હો પીડા એવી કે સહેવાય નહીં

એટલા હોય અને એટલાક હોવાના મથુરાને ગોકુળ કહેવાય નહીં

અમે આપ્યાં જે દેવકીની રીતે

તે ગીત હવે મારાં કહેવાય કઈ રીતે?

તમે ગાયાં આકાશ ભરી પ્રીતે કઈ રીતે?

તે ગીત કહો મારાં કહેવાય કઈ રીતે?

સ્રોત

  • પુસ્તક : ધ્રુવગીત (પૃષ્ઠ ક્રમાંક 16)
  • સર્જક : ધ્રુવ ભટ્ટ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2021