tame bolya winaye kanik kahetan gayan - Geet | RekhtaGujarati

તમે બોલ્યા વિનાયે કંઈક કહેતાં ગયાં

tame bolya winaye kanik kahetan gayan

ધ્રુવ ભટ્ટ ધ્રુવ ભટ્ટ
તમે બોલ્યા વિનાયે કંઈક કહેતાં ગયાં
ધ્રુવ ભટ્ટ

તમે બોલ્યા વિનાયે કંઈક કહેતાં ગયાં

એની આખી નમણાશ અમે સહેતા ગયા

ફાગણમાં એક ફૂલ ખીલે છે મૌન છતાં ગજવે છે વગડો કલશોરમાં

એવો વહેવાર તમે બીડેલા હોઠ થકી રમતો મૂક્યો છે નર્યા તોરમાં

સાંભળો તો, શબ્દોને ગણનારા લોક અમે અણજાણ્યા વાયરામાં વહેતા થયા

એની આખી નમણાશ અમે સહેતા ગયા.

આંગણામાં આપે જે પગલાંની છાપ એને આયખાના કોલ અમે આપીએ

બોલ્યા વિનાની તમે માંડી તે વારતામાં સાત સાત અવતારો માગીએ

વાવ્યો નથી ને એક ઊગ્યો તે છોડ જોઈ આર-પાર જંગલમાં રહેતા થયા

એની આખી નમણાશ અમે સહેતા ગયા.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી કવિતાચયન 2002 (પૃષ્ઠ ક્રમાંક 32)
  • સંપાદક : રમણીક સોમેશ્વર
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004