tame ame - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

તમે-અમે

tame ame

સુરેશ દલાલ સુરેશ દલાલ

રાતદિવસનો રસ્તો વ્હાલમ નહીં તો ખૂટે કેમ?

તમે પ્રેમની વાતો કરજો : અમે કરીશું પ્રેમ.

તમે રેતી કે હથેલી ઉપર લખો તમારું નામ,

અમે એટલા ઘેલા, ઘાયલ : નહીં નામ કે ઠામ.

તમને તો કોઈ કારણ અમને નહીં બહાનાં નહીં વ્હેમ,

તમે પ્રેમની વાતો કરજો : અમે કરીશું પ્રેમ.

તમને વાદળ, ધુમ્મસ વહાલાં અમને ઊજળી રાત,

અમે તમારાં ચરણ ચૂમશું થઈને પારિજાત.

અહો આંખથી ગંગાયમુના વહે એમ ને એમ,

તમે પ્રેમની વાતો કરજો: અમે કરીશુ પ્રેમ.

(સપ્ટેમ્બર ૧૯૭૧)

સ્રોત

  • પુસ્તક : કાવ્યસૃષ્ટિ (પૃષ્ઠ ક્રમાંક 244)
  • સર્જક : સુરેશ દલાલ
  • પ્રકાશક : શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરસી મહિલા વિદ્યાપીઠ
  • વર્ષ : 1986